ન્યુઝીલેન્ડને કારણે ફરી ભારતનું સ્વપ્ન તૂટ્યું, ક્રિકેટથી લઈને હોકી સુધી 4 વર્ષમાં ચોથી વાર મળી હાર

|

Jan 22, 2023 | 11:18 PM

ક્રિકેટથી લઈને હોકી સુધી છેલ્લા 4 વર્ષમાં એવી ચાર ઘટના બની છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે મહત્વની મેચમાં ભારતની ટીમને હરાવી હોય છે. આજે પણ એવી જ એક ઘટના બની છે. ચાલો જાણીએ 4 વર્ષમાં બનેલી એ 4 દુભાગ્યપૂર્ણ ક્ષણો વિશે.

1 / 5
વર્ષ બદલાયા છે પણ ન્યુઝીલેન્ડે પોતાનું જૂનું કામ છોડ્યું નથી. આજે ફરી એકવાર ન્યુઝીલેન્ડની ટીમે ભારતીય સ્પોર્ટસ ફેન્સને નિરાશા આપી છે.

2 / 5
આજે 22 જાન્યુઆરીના રોજ થયેલી હોકી વર્લ્ડ કપ 2023ની ક્રોસ ઓવર મેચમાં ભારતીય ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 4-5થી હારનો સામનો કરવો પડ્યો છે. જેને કારણે ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

3 / 5
વર્ષ 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય 
ટીમને હારનો સામનો કરવો પડયો હતો.

વર્ષ 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો.

4 / 5
વર્ષ 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની એક અગત્યની મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવી, વર્લ્ડ કપમાં આગળ પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

5 / 5
વર્ષ 2019માં સેમીફાઈનલ મેચમાં દરેક ભારતીયોનું દિલ તૂટી ગયું હતું, જ્યારે ધોનીના રનઆઉટ સાથે જ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો હતો. અને ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી.

Next Photo Gallery