
ઝુરિચમાં રમાનારી ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં કુલ 7 ખેલાડીઓ જોવા મળશે. આ 7 ખેલાડીઓમાં નીરજ ચોપરા, જૂલિયન વેબર, સાયમન વીલેન્ડ, એન્ડ્રિયન માર્ડરે, કેશોર્નર વાલ્કોટ, એન્ડરસન પીટર્સ, જૂલિયસ યેગો,

તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરા આ પહેલા ડાયમંડ લીગ 2022નો ખિતાબ જીતી ચૂક્યો છે.

ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં આજે નીરજ ચોપરાના કરિયરનો સૌથી બેસ્ટ થ્રો જોવા મળી શકે છે. તો વાત આપણે નીરજ ચોપરાના બેસ્ટ થ્રોની કરીએ તો 90.23 મીટરનો રહ્યો છે. તેમ છતાં નીરજ ચોપરા બીજા નંબર પર રહ્યો હતો. હવે નીરજ ચોપરાનો પ્રયત્ન આનાથી પણ આગળ જેવલિન થ્રો કરવાનું રહેશે.

ડાયમંડ લીગમાં નીરજ ચોપરાના પ્રદર્શનને લઈ વાત કરવામાં આવે તો તે એક વખત ખિતાબ પોતાને નામ કરી ચૂક્યો છે. નીરજે વર્ષ 2022ના ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. તેમજ વર્ષ 2023 અને 2024માં રનર્સ-અપ રહ્યો હતો.

આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે શરૂ થશે. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં કુલ સાત ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી નીરજ ચોપરાને સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ચાહકો આ ઐતિહાસિક મેચ ઘરેથી જોઈ શકે છે. આ મેચનું ડાયમંડ લીગના યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.