
નેશનલ ગેમ્સ 2022 અંતર્ગત ભાવનગરના સિદસર સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે રમાનારી બાસ્કેટ બોલની મહિલા અને પુરુષ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

મહિલા વર્ગમાં ફાઇનલ મેચમાં તેલંગાણાને ગોલ્ડ મેડલ મળ્યો હતો, ભાવનગરમાં બાસ્કેટબોલ ની 5×5 સ્પર્ધામાં ફાઇનલ મેચમાં રસાકસી બાદ તમિલનાડુની ટીમ રનર્સ અપ બની હતી.

ભાવનગરમાં યોજાયેલી આ ફાઈનલ મેચમાં મહિલા ટીમમાં તેલંગાણાની ટીમે 67 પોઇન્ટ તથા તમિલનાડુની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા.

જ્યારે પુરુષની ટીમમાં તમિલનાડુની ટીમ વિજેતા બની હતી અને તેમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. પંજાબની ટીમ રર્ન્સઅપ બની હતી.

પુરુષની ટીમની ફાઈનલ મેચમાં તમિલનાડુના 97 પોઇન્ટ અને પંજાબની ટીમને 89 પોઇન્ટ મળ્યા હતા.