
વર્ષ 2024માં ઓલિમ્પિક પેરિસમાં યોજાશે. જેના માટે દુનિયાભરના ખેલાડીઓને મહેનત વધારી છે. સૌની નજર દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પર હશે. ભારતના મુરલી શ્રીશંકરે આ ઓલિમ્પિક માટેની ટિકિટ મેળવી લીધી છે.

છેલ્લા 3-4 વર્ષમાં એથ્લેટિક્સમાં ભારતનું પ્રદર્શન વધારે સારુ થયુ છે. માત્ર એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ જ નહીં પરંતુ ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગ જેવી ટુર્નામેન્ટમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ વધ્યું છે.

ભારતના નંબર વન લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે પેરિસમાં યોજાનારી 2024 ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. શ્રીશંકરે ઓલિમ્પિક લાયકાત માટે જરૂરી 8.27 મીટરનું અંતર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પાર કર્યું.

મુરલી શ્રીશંકરે શનિવારે બેંગકોકમાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 8.37 મીટરના જમ્પ સાથે પેરિસની ટિકિટ બુક કરી હતી. તેણે આ જમ્પ સાથે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

શ્રીશંકર તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ રેકોર્ડ તોડવાની ખૂબ નજીક આવવાનું ચૂકી ગયો. શ્રીશંકરનો સર્વશ્રેષ્ઠ 8.41 મીટર એ ભારતના કોઈપણ એથ્લેટ દ્વારા સૌથી લાંબી છલાંગ છે.