વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર રેફરી એ બતાવ્યા 18 યલો કાર્ડ, જુઓ આર્જેન્ટિના-નેધરલેન્ડની મેચની રોમાંચક ક્ષણો

|

Jul 26, 2023 | 4:23 PM

આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે ભારે રસાકસીવાળી બીજી કવાર્ટર ફાઈનલ મેચ જોવા મળી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ ઈતિહાસની સૌથી રોમાંચક મેચમાંથી એક હતી.

1 / 10
આજે 10 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે કતારના લુસેલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે આ બીજી કવાર્ટર ફાઈનલ મેચ શરુ થઈ હતી.

2 / 10
મેચની 35મી મિનિટે આર્જેન્ટિનાના 24 વર્ષીય નાહુએલ મોલિના એ પોતાના કરિયરનો પ્રથમ વર્લ્ડકપ ગોલ કર્યો હતો. આર્જેન્ટિના મહાન ખેલાડી મેસ્સી એ આ ગોલ અસિસ્ટ કર્યો હતો.

3 / 10
બીજા હાફમાં મેસ્સીને મળેલી ફ્રી કીક સમયે એક શાનદાર નજારો જોવા મળ્યો હતો. નેધરલેન્ડની 7 મેન વોલને પાર કરીને મેસ્સીની મેજિક કીકને કારણે બોલ ગોલ પોસ્ટ સુધી પહોંચ્યો હતો. જોકે બોલ વધારે ઉંચાઈ પર જતા ગોલ પોસ્ટની અંદર જઈ શક્યો ન હતો. પણ મેચની 73મી મીનિટમાં મળેલી પેનલટીમાં મહાન ફૂટબોલર મેસ્સી એ શાનદાર ગોલ કરીને મેચનો રોમાંચ વધાર્યો હતો. આ સાથે મેસ્સી એ ફિફા વર્લ્ડકપ 2022નો ત્રીજો ગોલ કર્યો હતો. તેણે ફિફા વર્લ્ડકપ ઈતિહાસનો 10 ગોલ કર્યો હતો. 

4 / 10
મેચ દરમિયાન નેધરલેન્ડના ગોલકીપર અને એક ખેલાડી વચ્ચે અંદરોઅંદર લડાઈ થતી જોવા મળી હતી.

5 / 10
બીજા હાફમાં 83મી મીનિટે નેધરલેન્ડના Wout Weghorst ગોલ કરીને મેચનો સ્કોર 2-1 કર્યો હતો.

6 / 10
મેચની 87 મીનિટમાં નેધરલેન્ડના ખેલાડીઓ તરફ ગોલ મારતા નેધરલેન્ડના ખેલાડીઓ આર્જેન્ટિનાના ખેલાડી પર તૂટી પડ્યા હતા.

7 / 10
મેચની અંતિમ મીનિટમાં ફી કીકને ગોલમાં ફેરવીને Wout Weghorst  એ પોતાની ટીમની ફરી વાપસી કરાવી હતી. તેણે મેચની 100.30 મીનિટે ગોલ કરીને આર્જેન્ટિનાના હાથમાંથી સરળ જીત છીનવી લીધી હતી. અંતે મેચનો સ્કોર 2-2 થયો. આર્જેન્ટિનાની ટીમ આ ગોલને કારણે જીતથી દૂર ગઈ હતી. સ્કોર 2-2થી ડ્રો થતા મેચમાં 30 મીનિટ વધુ ઉમેરવામાં આવી હતી. 

8 / 10
ફિફા વર્લ્ડકપ 2022ના કોઈ એક મેચના સૌથી વધારે યલો કાર્ડ આ મેચમાં જોવા મળ્યા હતા. આ મેચમાં કુલ 18 યલો કાર્ડ ખેલાડીઓને બતાવવામાં આવ્યા હતા. ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે યલો કાર્ડ આ મેચમાં જોવા મળ્યા હતા. ( Photo credit commons.wikimedia.org)

9 / 10
છેલ્લા પેનલટી શોટ સુધી મેચનું પરિણામ ડ્રો હતુ , પણ આર્જેન્ટિના માર્ટિનસના ગોલને કારણે મેચમાં આર્જેન્ટિનાની ટીમે રોમાંચક જીત મેળવી હતી. અંતિમ સ્કોર 4-3 રહ્યો હતો. 

10 / 10
પેનલટી શૂટઆઉટ સુધી પહોંચેલી આ મેચમાં મેસ્સીની ટીમે 4-3 થી જીત મેળવીને સેમીફાઈનલમાં સ્થાન મેળ્યુ છે. 14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમીફાઈનલ મેચ આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે રમાશે.

Published On - 3:50 am, Sat, 10 December 22

Next Photo Gallery