મોઈન અલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો , ટીમને અલવિદા કહેવા પાછળ આપ્યું મોટું કારણ
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરે ઈન્ટરનેશલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 37 વર્ષના મોઈન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. મોઈન અલીએ 2014માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન એક ODI મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.
1 / 5
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે 10 વર્ષના લાંબા કરિયર બાદ ઈંગ્લેન્ડની ટીમને અલવિદા કહી દીધું છે.
2 / 5
મોઈન અલીએ પોતાના રિટાયરમેન્ટ પાછળ પોતાની ઉંમર જણાવી છે. સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પસંદગી ન થવાનું પણ આ નિર્ણયનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. મોઈન અલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તે 47 વર્ષનો થઈ ચૂક્યો છે.
3 / 5
તેમણે કહ્યું ઈંગ્લેન્ડ માટે લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે અને હવે આગામી પેઢીને તક આપવાનો સમય આવી ગયો છે. આટલા માટે આ નિર્ણય લેવાનો યોગ્ય સમય લાગ્યો છે. મોઈન અલી ફ્રેન્ચાઈઝી સાથે ક્રિકેટ રમવાનું ચાલું રાખશે.
4 / 5
ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તમે ભલે 20 કે 30 રન બનાવતા હોય પરંતુ જરુરી રન હોય છે. રમતમાં પ્રભાવ પાડવો મારા માટે હંમેશા મહત્વપૂર્ણ રહ્યો છે. હું જાણું છું કે મેં ઈંગ્લેન્ડની ટીમ માટે શું કર્યું છે. જ્યાં સુધી મને લાગ્યું કે લોકો મારા રમવાથી ખુશ છે, હું તેનાથી ખુશ હતો."
5 / 5
મહત્વની વાત એ છે કે, મોઈન અલી જ્યાં સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સક્રિય રહ્યો. ત્યાં સુધી તેમણે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ વિરાટ કોહલીના નાકે દમ લાવી દીધો હતો.જાણીને નવાઈ લાગશે કે, મોઈન અલીએ ઈન્ટરનેશનલ લેવલ પર 10 વખત આઉટ કર્યો છે.આંતરરાષ્ટ્રીય સ્તરે કિંગ કોહલી માટે મોઈન અલી મોટો ખતરો હતો.