CWG 2022 : કોમનવેલ્થ ગેમ પહેલા જ ભારતે એક મેડલ ગુમાવ્યું, મેરી કોમ ઈજાના કારણે ટ્રાયલમાંથી બહાર

|

Jun 10, 2022 | 6:55 PM

6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ (Mary Kom) આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં ભાગ લેવાની તૈયારી કરી રહી હતી અને આ માટે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સથી દૂર થઈ ગઈ છે.

1 / 5
CWG 2022 :  ભારતની સર્વશ્રેષ્ઠ બોક્સર અને 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ (MC Mary Kom)નું આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)માં રમવાનું સપનું સમાપ્ત થઈ ગયું છે. અનુભવી બોક્સર મેરી કોમ CWG માટે ટ્રાયલ પૂર્ણ કરી શકી ન હતી, જેના કારણે તેણે બહાર થવું પડ્યું હતું અને તેના કારણે તેનું બર્મિંગહામ (Birmingham 2022)માં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.

2 / 5
નવી દિલ્હીમાં આયોજિત ટ્રાયલ દરમિયાન, શુક્રવાર, 10 જૂનના રોજ, મેરી કોમને પગમાં ઈજા થતાં 48 કિગ્રા ટ્રાયલમાંથી દુર થવાની ફરજ પડી હતી. (તસવીરઃ પીટીઆઈ)

3 / 5
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન 48 કિગ્રા સેમિફાઇનલના પ્રથમ રાઉન્ડમાં ઇજાગ્રસ્ત થઈ હતી. હરિયાણાની નીતુએ તેના ખસી જવાની સાથે જ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. (તસવીરઃ પીટીઆઈ)

4 / 5
અગાઉની કોમનવેલ્થ ગેમ્સ (2018) ગોલ્ડ મેડલ વિજેતા મેરી કોમ બાઉટના પહેલા જ રાઉન્ડમાં રિંગમાં પડી ગઈ હતી. 39 વર્ષીય મહિલાએ ઉભા થઈને રમવાનો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બે મુક્કા માર્યા બાદ તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું. ત્યારબાદ તેણે રિંગમાંથી દુર થવું પડ્યું હતુ અને રેફરીએ નીતુને વિજેતા જાહેર કરી. (તસવીરઃ પીટીઆઈ)

5 / 5
સૌથી સફળ ભારતીય બોક્સર આવતા મહિને બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાંથી ખસી ગઈ હતી. (તસવીરઃ પીટીઆઈ)

Next Photo Gallery