
લગ્ન પહેલા મનીષ પાંડે અને અભિનેત્રી અશ્રિતા શેટ્ટી લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. લાંબા સંબંધો બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે મનીષ પાંડેએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે રમી હતી, જે એક ODI મેચ હતી. ત્યારપછી ખરાબ પ્રદર્શનના કારણે મનીષ પાંડેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટરની કારકિર્દી 33 વર્ષની ઉંમરે ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને ટૂંક સમયમાં આ ખેલાડીને નિવૃત્તિની જાહેરાત કરવાની ફરજ પડી શકે છે. આઈપીએલ 2023માં જ ભારતીય ખેલાડીની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે આઈપીએલ 2023માં ખરાબ પ્રદર્શન કરીને પોતાના પગે કુહાડો માર્યો છે.

મનીષ પાંડે ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. મનીષ પાંડેને ઘણી તકો આપવામાં આવી છે, પરંતુ તે દરેક વખતે ફ્લોપ સાબિત થયો હતો. દિલ્હી કેપિટલ્સે IPL 2023 માટે મનીષ પાંડેને રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો હતો.