
એક અન્ય વેઈટલિફ્ટર ગુરુરાજા પૂજારીએ પુરુષોની 61 કિગ્રા વજન વર્ગમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. આ ભારતનો ગેમ્સમાં આ ત્રીજો મેડલ હતો. (PTI Photo)

ભારતીય વેઇટલિફ્ટરો અહીં પણ અટક્યા ન હતા. જેરેમી લાલરિનુંગાએ પુરુષોની 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ હતો. (PTI Photo)

મહિલા વેઈટલિફ્ટર બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. (PTI Photo)

ભારતને આ ગેમ્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અચિંત શ્યુલીએ. અચિંતાએ પુરુષોની 73 કિગ્રા વેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. (PTI Photo)

એક અન્ય ભારતની મહિલા વેટલિફ્ટર હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 71 કિગ્રા વજન વર્ગમાં આ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. (PTI Photo)

વેઈટલિફ્ટર સિવાય ભારતે જુડોમાં પણ બે મેડલ જીત્યા છે. આ મેડલ વિજય કુમાર યાદવ અને સુશીલા દેવી લાવ્યા છે જેમણે અનુક્રમે 60 કિલોગ્રામ વજન વર્ગ અને 48 કિલોગ્રામ વજન વર્ગમાં મેડલ જીત્યા હતા. (PTI/File photo)
Published On - 4:45 pm, Tue, 2 August 22