
ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાની નેટવર્થ ગયા વર્ષે લગભગ 16 કરોડ રૂપિયા હતી. બજરંગે 2018 એશિયન ગેમ્સ, 2018 અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. બજરંગ ફેડરેશનનો ટોચનો A ગ્રેડ ખેલાડી પણ છે. ગ્રેડ Aનો કોન્ટ્રાક્ટ 30 લાખ રૂપિયાનો છે.

ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે. સાક્ષીએ 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાક્ષીએ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાક્ષીનો અગાઉ ફેડરેશનના ગ્રેડ બીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે 20 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, પરંતુ બે વર્ષ પહેલા તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવી હતી.