
ગ્રેટ ખલી ડિનરમાં પનીર, શાક, ધઉં, બ્રાઉન રાઈસ, અડધો કિલો ચિકન, 6 ઈંડા અને 2 લીટર દુધ પીએ છે. ત્યારબાદ ખલી આઈસ્ક્રીમ, કોફી અને ત્યારબાદ દહિં ખાય છે.

કુલ મળીને, ખલી આખા દિવસમાં 14 ઈંડા, 2 કિલો ચિકન ખાય છે. અને 2 લીટર દૂધ પીએ છે. આ જ કારણ છે કે ખલી આટલો ફિટ છે. એવું નથી કે ખલી માત્ર ખાવાથી જ પોતાને ફિટ રાખે છે. આ માટે તે કસરત પણ કરે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે જેમાં ખલી કસરત કરતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ખલીએ હવે wweમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે વર્ષ 2014માં wweમાં છેલ્લી મેચ રમી હતી. ખલીએ હવે જલંધર શહેરમાં પોતાની રેસલિંગ એકેડમી ખોલી છે. તેમની એકેડમી કંગનીવાલ ગામમાં છે. તેના ઘણા વીડિયો પણ યુટ્યુબ પર અપલોડ કરે છે.
Published On - 7:12 am, Sun, 27 August 23