Nirupa Duva |
Dec 27, 2024 | 3:07 PM
રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2024 સુધી શરુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે.
ખેલ મહાકુંભનો હેતુ સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડીઓ રમતક્ષેત્રમાં આગળ આવીને પોતાના ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો ઉમદા આશય છે.
આ ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી પ્રથમ શાળા/ ગ્રામ્ય કક્ષાએ, ત્યારબાદ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે. જેને લઈ વહિવટી તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
4 જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો રાજકોટથી પ્રારંભ થશેએથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે,ખેલ મહાકુંભના સમાપન બાદ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્રારા આયોજિત આ ખેલ મહાકુંભમાં ૨.૮૫ લાખ સ્પર્ધકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત દિવ્યાંગ રમતવીરો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેલ મહાકુંભ કાર્યક્રમને લઇને તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.