કાર લઈ મહિલા કેરળથી Fifa World Cup જોવા માટે નીકળી, અદભુત છે નાઝી નૌશીની સફર

|

Nov 28, 2022 | 4:33 PM

કેરળની રહેવાસી નાઝી નૌશી આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની મોટી ફેન છે. ફીફા વર્લ્ડ કપમાં મેસ્સીને જોવા માટે નૌશી તેના બાળકો સાથે મહિન્દ્રા થાર સાથે કતારમાં એકલી મુસાફરી કરી રહી છે. નૌશી (naaji noushi)એ મહિન્દ્રા થારમાં મસ્કતની સફર શરૂ કરી હતી.

1 / 5
લોકો પોતાની ફેવરિટ સેલિબ્રિટીને જોવા માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે. આવું જ એક કામ કેરળમાં રહેતી એક મહિલાએ કર્યું છે. પાંચ બાળકોની માતા નાજી નૌશી આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીને ફિફા વર્લ્ડ કપમાં રમતા જોવા માટે કતાર જવા રવાના થઈ છે. તે આ જર્ની તેની મહિન્દ્રા થારમાં કરી રહી છે. બાળકો સાથે એકલી બહાર આવેલી નૌશીએ લાંબા પ્રવાસ માટે થાર એસયુવીમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. (Photo: FB- @leomessi & Insta- @naajinoushi_solo_momtraveller)

2 / 5
કતારની સફળ કરવા માટે તેમણે કસ્ટમાઈઝ્ડ મહિન્દ્રા થાર મુંબઈથી ઓમાન મોકલવામાં આવી. ભારતમાં નોંધાયેલ આ પ્રથમ રાઈટ -હૈડ કાર છે, જેને ઓમાન મોકલવામાં આવી છે. તેણે ઓમાનની રાજધાની મસ્કતથી થારનો પ્રવાસ શરૂ કર્યો છે. તે મહિન્દ્રા થારમાં હટ્ટા બોર્ડર થઈને મસ્કતથી દુબઈની દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પહોંચી છે.(Photo: instagram.com/naajinoushi_solo_momtraveller)

3 / 5
છેલ્લા કેટલાક દિવસથી સાઉદી અરબના આર્જિન્ટીનાને હાર આપી હતી.તેને આશા છે કે, મેસ્સીની ટીમ તેની આગામી મેચમાં મેક્સિકો સામે સારો દેખાવ કરશે. ખલીજ ટાઈમ્સ સાથે વાત કરતા નૌશીએ જણાવ્યું કે, તે તેના ફેવરિટ હીરો મેસીને રમતા જોવા માંગે છે. સાઉદી અરેબિયા સામેની હાર મારા માટે હ્રદયસ્પર્શી હતી, પરંતુ વર્લ્ડ કપમાં ટ્રોફી ઉપાડવાના રસ્તામાં તેમના માટે આ એક નાની અડચણ છે.(Photo: instagram.com/naajinoushi_solo_momtraveller)

4 / 5
નૌશીએ તેની રોમાંચક સફરમાં પરિવારનો સપોર્ટ મળવો ખુબ મહત્વની વાત છે. તેમણે કહ્યું કે, તેના પતિ તેની સફર માટે હંમેશા સપોર્ટ કરે છે. લાંબી સફર પર તેની માતા 5 બાળકોની સારસંભાળ રાખે છે.  (Photo: instagram.com/naajinoushi_solo_momtraveller)

5 / 5
નાઝ નૌશીએ પોતાની એસયુવીનું નામ Oolu રાખ્યું છે. જે મલયાલમનો શબ્દ છે. જેનો મતલબ  She થાય છે. નૌશીની કારમાં એક કિચન પણ છે. આ સિવાય તેની કાર છત સાથે જોડાયેલ એક ટેન્ટ પણ છે.  જે તેમણે સફર દરમિયાન જમવાનું બનાવવામાં મદદ કરે છે. તેનું કહેવું છે કે, જેટલું બને તેટલું તે પોતાની સાથે લઈ ગયેલા સામનથી જ જમવાનું બનાવવાનું પસંદ કરે છે.જેનાથી માત્ર પૈસાની બચત થતી નથી પરંતુ સ્વાસ્થ પણ સારું રહે છે.(Photo: instagram.com/naajinoushi_solo_momtraveller)

Published On - 11:46 am, Mon, 28 November 22

Next Photo Gallery