
રીયલ મેડ્રિડ માટે સૌથી વધારે ગોલ કરનારા ખેલાડીઓમાં કરીમ બેન્ઝેમા બીજા સ્થાને છે. જ્યારે સૌથી વધારે ગોલ અસિસ્ટ કરનાર ખેલાડીઓમાં તે પહેલા ક્રમે છે.

રીયલ મેડ્રિડ માટે હમણા સુધી કરીમ બેન્ઝેમા એ 14 વર્ષમાં 647 મેચ રમી છે. તેણે કુલ 353 ગોલ કર્યા છે અને 165 ગોલ અસિસ્ટ કર્યા છે. રોનાલ્ડોએ રીયલ મેડ્રિડ માટે 438 મેચ રમી હતી, જેમાં તેણે 450 ગોલ કર્યા હતા અને 131 ગોલ અસિસ્ટ કર્યા હતા.