
Daniele Orsatoનો જન્મ ઈટલીમાં થયો હતો. તેઓ વર્ષ 2010થી ફિફાના રેફરી છે. મુખ્ય રેફરીની ભૂમિકામાં આ તેમનું પહેલુ ફિફા વર્લ્ડકપ છે. વર્ષ 2018ના ફિફા વર્લ્ડકપમાં તેઓ સહાયક રેફરી હતા. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફૂટબોલ હિસ્ટ્રી એન્ડ સ્ટેટિસ્ટિક્સ તરફથી તેમને 2020ના બેસ્ટ રેફરી તરીકે નામિત કરવામાં આવ્યા હતા.

તેમણે બાળપણમાં ઈલેક્ટ્રીશિયન બનવાનું સપનું જોયુ હતુ. તેમણે તેના માટે કોર્સ પણ કર્યો હતો અને તેમને નોકરી પણ મળી હતી. તેમના એક સાથી એ તેમને રેફરીનો કોર્સ કરવાની સલાહ આપી જે બાદે તેમનું જીવન બદલાઈ ગયુ હતુ.

તેમને પહેલીવાર જ્યારે એક મોટી ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં રેફરી બનવાની ઓફર મળી તૈયારે તેઓ રડી પડયા હતા. તે સમયે તેના બાળકો તેમને ખુશીથી ભેટી પડયા હતા.

તેઓ હાલમાં 47 વર્ષના છે. તેઓ દુનિયાના સૌથી જૂના રેફરી છે. આજે પણ તેમને ટેકનીકલ પરિણામો અને એથલેટિક પરીક્ષણો સાથે કોઈ સમસ્યા નથી.

તેઓ રેડ કાર્ડ કે યલો કાર્ડ નિકાળવામાં વધારે વિશ્વાસ નથી રાખતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, હું મેદાન પર 90 મિનિટ માટે પોતાની ફરજ નિભાવતા સમયે કઠણ બની રહુ છું. પણ હું શાંત અને ખુશ મિજાજ વ્યક્તિ છું.
Published On - 6:31 pm, Mon, 21 November 22