
ઈશાન કિશને 19 વનડેમાં 776 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 210 રન છે. તેણે 1 સેન્ચુરી અને 7 ફિફટી ફટકારી છે.

અનફિટ કેએલ રાહુલે 54 વનડેમાં કુલ 1986 રન બનાવ્યા છે. તેણે 5 સેન્ચુરી અને 13 ફિફટી ફટકારી છે.

મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 26 વનડે મેચમાં કુલ 511 રન બનાવ્યા છે. તેને 2 ફિફટી ફટકારી છે. તેની પાસે વધારે સારા પ્રદર્શનની આશા છે.

અનફિટમાંથી ફિટ બનેલા શ્રેયસ અય્યરે હમણા સુધી 44 વનડેમાં 1645 રન બનાવ્યા છે. તેણે 2 સેન્ચુરી અને 14 ફિફટી ફટકારી છે.

સ્પિનર કુલદીપ યાદવે 86 વનડેમાં 141 વિકેટ લીધી છે. તેને ચાઈનામેન તરીકે પણ ઓળખવામાં આવે છે .

ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 79 વનડેમાં 11 ફિફટીની મદદથી 1753 રન બનાવ્યા છે. તેણે કુલ 74 વિકેટ લીધી છે.

ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 179 વનડેમાં 2,574 રન સાથે 197 વિકેટ લીધી છે.

અક્ષર પટેલ 52 વનડેમાં 413 રન બનાવ્યા છે પણ સાથે 58 વિકેટ પણ લીધી છે.

બોલ સાથે બેટથી પણ ધમાલ મચાવતા શાર્દુલ ઠાકુરે 40 વનડેમાં 318 રન બનાવ્યા છે. તેણે ભારત માટે વનડેમાં 59 વિકેટ લીધી છે.

મોહમ્મદ સિરાજે 26 વનડેમાં કુલ 46 વિકેટ લીધી છે. તે ભારતના સૌથી ફાસ્ટ બોલરમાંથી એક છે.

જસપ્રીત બુમરાહે 73 વનડેમાં 121 વિકેટ લીધી છે. તે ઘાતક યોર્કર અને સ્વિંગ બોલિંગથી કહેર મચાવતો જોવા મળશે.

ભારતીય ટીમમાં વાપસી કરનાર મોહમ્મદ શમીએ 91 વનડેમાં 163 વિકેટ લીધી છે. તે ભારત માટે 3 વાર વર્લ્ડ કપ રમ્યો છે, આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હોય તેવી સંભાવના છે.
Published On - 1:16 pm, Wed, 6 September 23