
રિયો ઓલિમ્પિક 2016માં સાક્ષી મલિકે માત્ર 10 સેકન્ડમાં 58 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને આવું કરનાર તે દેશની પ્રથમ મહિલા રેસલર બની હતી.

વિશ્વની પ્રખ્યાત મેગેઝિન ફોર્બ્સે એશિયાના સફળ લોકોની અંડર-30 યાદી બહાર પાડી, જેમાં સાક્ષી મલિકને સ્થાન મળ્યું.

સાક્ષીની આ સફળતા માટે તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાક્ષી મલિકને પદ્મશ્રી એવોર્ડ આપ્યો હતો. ફેબ્રુઆરી 2017માં સાક્ષીએ સાથી રેસલર સત્યવ્રત કડિયાન સાથે લગ્ન કર્યા. લગ્નના 8 દિવસ બાદ તેના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ. સાક્ષી મલિક 58 ની વેઇટ કેટેગરીમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પાંચમાં પહોંચી ગઈ હતી.