TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Jan 26, 2023 | 8:24 AM
U19 T20 વર્લ્ડ કપના ખિતાબથી 2 ડગલાં દૂર ભારત
સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2023માં શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. સુપર સિક્સ સ્ટેજ બાદ ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પર રહી હતી(Twitter/BCCI Women)
આ કારણે હવે ભારતની સામે ન્યુઝીલેન્ડની ટીમ છે જે બીજા ગ્રુપમાં બીજા સ્થાને હતી. બંને ટીમો વચ્ચે આ મુકાબલો શુક્રવાર, 27 જાન્યુઆરીએ પોચેફસ્ટ્રુમમાં થશે. (Twitter/T20 World Cup)
આ સાથે જ બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ આમને-સામને થશે. ઓસ્ટ્રેલિયન ટીમ સુપર સિક્સમાં ભારતના ગ્રૂપમાં હતી અને તેના 6 પોઈન્ટ ભારતની બરાબર હતા, પરંતુ નેટ રનરેટના કારણે બીજા સ્થાને રહી હતી. (Twitter/T20 World Cup)
બીજી તરફ, ઇંગ્લેન્ડે 25 જાન્યુઆરી, બુધવારે તેની છેલ્લી ગ્રુપ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું, ગ્રુપ 2 માં ન્યુઝીલેન્ડને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું. શુક્રવારે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની સેમિફાઇનલ પણ રમાશે.(Twitter/T20 World Cup)
Published On - 8:14 am, Thu, 26 January 23