Hong Kong Open : લક્ષ્ય સેને 2 વર્ષની રાહનો અંત લાવ્યો, વર્લ્ડ નંબર-3 ખેલાડીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો

ભારતીય બેડમિન્ટનના સારા દિવસો પાછા આવી રહ્યા હોય તેવું લાગે છે અને ફરી એકવાર ભારતીય ખેલાડીઓએ કોર્ટ પર પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, ભારતના યુવા સ્ટાર લક્ષ્ય સેને હવે હોંગકોંગ ઓપનમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.

| Updated on: Sep 13, 2025 | 7:50 PM
1 / 5
ભારતના બેસ્ટ મેન્સ સિંગલ ખેલાડીઓમાંના એક લક્ષ્ય સેને હોંગકોંગ ઓપન સુપર 500ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. લક્ષ્યે રોમાંચક સેમિફાઈનલ મેચમાં તાઈવાનના ચૌ ટિએન ચેનને હરાવીને ફાઈનલમાં પહોંચ્યો હતો.

2 / 5
વિશ્વના નંબર-3 ખેલાડી ટિએન ચેન સામેની આ શાનદાર જીત માટે લક્ષ્યને ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને અંતે તેણે 23-21, 22-20 થી મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

3 / 5
લક્ષ્યનો આ વિજય ખાસ હતો કારણ કે 2 વર્ષની લાંબી રાહ જોયા પછી, તે સુપર સિરીઝની ફાઈનલમાં પહોંચ્યો હતો. અગાઉ, તેણે 2023માં કેનેડિયન ઓપનની ફાઈનલ રમી હતી.

4 / 5
લક્ષ્ય સેન 14 સપ્ટેમ્બર, રવિવારના રોજ આ ટુર્નામેન્ટના ફાઈનલમાં ચીનના લી શી ફેંગ સામે ટકરાશે. વિશ્વના નંબર-4 ફેંગે સેમિફાઈનલમાં ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવને 21-18, 21-19 થી હરાવ્યો હતો.

5 / 5
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ આ ઈવેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી હતી. તેમણે સેમિફાઈનલમાં તાઈવાનના બી લિન અને સીકે ​​ચેનને હરાવ્યા હતા. (All Photo Credit : PTI / GETTTY / X)

Published On - 7:48 pm, Sat, 13 September 25