
આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ભારતે 2016 અને 2023માં પણ જીત મેળવી હતી. 2016માં પણ ભારતે ફાઈનલમાં ચીનને હરાવ્યું હતું અને 2023માં ભારતે જાપાનને હરાવ્યું હતું.

આ ટૂર્નામેન્ટ પહેલા જ સલીમા ટેટેને ભારતીય ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી. સુકાની તરીકેની પ્રથમ ટુર્નામેન્ટ સલીમા ટેટે માટે ખૂબ જ સફળ રહી હતી અને તે ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ચીને ગોલ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એક પણ ગોલ કરી શક્યું ન હતું. (All Photo Credit : PTI)
Published On - 7:25 pm, Wed, 20 November 24