
બીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાના ખેલાડીએ આક્રમણ કરીને અંશુલ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ રહ્યો નહોતો. તેના શરીર પર લાત માર્યા બાદ ભારતીયે પુનરાગમન કર્યું હતું. તેણે ઈન્ડોનેશિયનના ખેલાડીને મુક્કા મારવાનું ચાલુ રાખ્યું. રેફરીએ મુકાબલો અટકાવ્યો. મેચ 3:44 મિનિટમાં સમાપ્ત થઈ હતી.

જીત બાદ અંશુલે કહ્યું, મેં આ લડાઈમાં મારું વર્ચસ્વ બતાવ્યું, તેથી જ હું અહીં છું. મારે સતત સુધારો કરવો છે, મારે આગળ વધવું છે. હું વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરું છું.