India vs Kuwait, SAFF Championship Final: ભારતે રોમાંચક ફાઇનલમાં કુવૈતને હરાવીને 9મી વખત ચેમ્પિયનનો તાજ પોતાના નામે કર્યો

|

Jul 05, 2023 | 3:46 PM

ભારતે 9મી વખત SAF ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. સુનીલ છેત્રીના ખેલાડીઓએ રોમાંચક ફાઇનલમાં કુવૈતને હરાવ્યું. બંને વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. સડન ડેથમાં ગુરપ્રીત સિંહ સંધુએ પેનલ્ટી રોકીને ભારતને 5-4થી જીત અપાવી હતી. ભારતે અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં આ ખિતાબ જીત્યો હતો.

1 / 6

2 / 6
મેચની વાત કરીએ તો, નિર્ધારિત 90 મિનિટમાં ભારત અને કુવૈતનો સ્કોર 1-1થી બરાબર હતો. એક્સ્ટ્રા ટાઈમમાં પણ બંને ટીમોમાંથી એક પણ લીડ મેળવી શકી ન હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ રમાયો હતો. શૂટઆઉટમાં પણ એક સમયે સ્કોર 4-4થી બરાબર થઈ ગયો હતો અને ત્યારબાદ સડન ડેથમાં ભારતે ગોલ કર્યો હતો અને ત્યારબાદ ભારતીય ગોલકીપર ગુરપ્રીતે દિવાલ બનીને પેનલ્ટી બચાવી હતી.

3 / 6
આ પહેલા કુવૈતે ભારત સામે પ્રથમ 14 મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી હતી. શાબીબ અલ ખાલિદીએ 14મી મિનિટે ગોલ કર્યો હતો. 16મી મિનિટે ભારતને બરાબરી કરવાની તક મળી હતી, પરંતુ સુનીલ છેત્રીના શોટને કુવૈતના ગોલકીપરે રોકી દીધો હતો.

4 / 6
આ પછી કુવૈતની ટીમ વધુ આક્રમક બની હતી.38મી મિનિટે ભારતના લાલિયાનઝુઆલા ચાંગટેએ ગોલ કરીને સ્કોર બરાબરી કરી હતી. જો કે સ્કોર બરાબર થયા બાદ બંને ટીમોએ લીડ લેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ 90 મિનિટ સુધી કોઈ લીડ લઈ શક્યું ન હતું.

5 / 6
પ્રથમ પેનલ્ટી - સુનીલ છેત્રીએ ભારતને 1-0થી સ્કોર કર્યો, કુવૈતનો અબ્દુલ્લા ચૂકી ગયો.બીજી પેનલ્ટી - ઝિંગને 2-0થી સ્કોર કર્યો, પરંતુ કુવૈતે બીજી જ ક્ષણે પેનલ્ટીને કન્વર્ટ કરી સ્કોર 2-1 કરી દીધો.ત્રીજી પેનલ્ટી - ચાંગટેએ ગોલ કરીને ભારતનો સ્કોર 3-1 કર્યો, પરંતુ બીજી જ ક્ષણે કુવૈતે ગોલ કરીને સ્કોર 3-2 કરી દીધો.

6 / 6
ચોથી પેનલ્ટી - ઉદંતા ચૂકી ગયો, ત્યારબાદ કુવૈતના મેહરને સ્કોર 3-3થી બરાબર કર્યો.પાંચમી પેનલ્ટી - ભારત અને કુવૈત બંને બોલ નેટ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા અને સ્કોર 4-4 થી બરાબર થઈ ગયો.આ પછી ભારતના મહેશે સડન ડેથમાં ગોલ કર્યો અને બીજી તરફ ગુરપ્રીતે પેનલ્ટી બચાવી અને આ સાથે જ ભારતે ટાઈટલ જીત્યું. (all photo : Indian Football Team)

Next Photo Gallery