FIFA World Cup 2026માં રમી શકે છે ભારતીય ફૂટબોલ ટીમ, આ રીતે થઈ શકે છે ક્વોલિફાય
ભારતીય ફૂટબોલ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. બીજો ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યા બાદ ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપમાં જીતવા પહોંચી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ફૂટબોલ ટીમે પાકિસ્તાનને હરાવીને વિજયી શરુઆત કરી હતી. ભારતીય ફૂટબોલ ટીમ આગામી વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થઈ શકે છે.
1 / 5
આગામી ફિફા વર્લ્ડ કપ વર્ષ 2026માં યોજાશે. આ વર્લ્ડ કપની યજમાની કેનેડા, અમેરિકા અને મૈક્સિકો દ્વારા કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ 48 ટીમો ભાગ લઈ શકશે. આ ટીમોને કુલ 12 ભાગમાં વિભાજીત કરવામાં આવશે. આ વર્લ્ડ કપમાં કુલ 104 ફૂટબોલ મેચ રમાશે.
2 / 5
ભારતીય ફૂટબોલ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ભારતીય ફૂટબોલ ફેન્સ પોતાની ટીમને વર્લ્ડ કપમાં જોવા માગે છે. ચાલો જાણીએ કે ભારતીય ફૂટબોલ ટીમ કઈ રીતે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકે છે.
3 / 5
વર્ષ 2026ના વર્લ્ડ કપમાં કુલ 48 ટીમો ભાગ લેશે. એશિયા મહાદ્વિપની ટોપ 8 ટીમો વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે. હાલમાં ભારતીય ટીમ એશિયા રેકિંગમાં 19માં ક્રમે છે.
4 / 5
ભારતીય ફૂટબોલ ટીમ વર્ષ 2022ની શરુઆતથી કોઈ મેચ હાર્યું નથી. ભારતીય ટીમ આવું પ્રદર્શન જાળવી રાખીને પોતાને રેન્ક સુધારી શકે છે. વર્ષ 2022 પછી ભારતીય ફૂટબોલ ટીમ 9માંથી 8 મેચ જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.
5 / 5
ભારતીય ટીમ હાલમાં SAFF ચેમ્પિયનશિપ રમી રહી છે. સપ્ટેમ્બરમાં કિંગ્સ કપ, ઓક્ટોબરમાં મેડ્રિક કપ અને નવેમ્બરમાં ભારતીય ટીમ ક્વાલિફાયર રમશે. આ ક્વાલિફાયર 2 વર્ષ સુધી ચાલશે. ભારતીય ટીમનો મુકાબલો ચીન, જાપાન, ઈરાન, ઉઝ્બેકિસ્તાન, કોરિયા જેવી ટીમો સામે થશે. આ તમામ ટીમો સાથે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમ એશિયાની ટોપ 8ની રેકિંગમાં આવી શકે છે.
Published On - 9:02 pm, Fri, 23 June 23