
બેક ટુ બેક ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને SAFF ચેમ્પિયનશિપ જીતીને ભારતીય ફૂટબોલ ટીમે આ રેકિંગ મેળવી છે. AFC (એશિયન ફૂટબોલ કન્ફેડરેશન) રાષ્ટ્રો માટે FIFA ક્વોલિફાયરનો પ્રથમ રાઉન્ડ ઓક્ટોબર 2023માં શરૂ થશે. મેચોનો પ્રથમ લેગ 12 ઓક્ટોબરે અને મેચોનો બીજો લેગ 17 ઓક્ટોબરે યોજાશે.

પુરુષ ટીમની સરખામણીએ મહિલા ટીમની રેકિંગ સારી છે. ભારતીય પુરુષ ટીમની રેકિંગ 99 છે જ્યારે મહિલા ફૂટબોલ ટીમની રેકિંગ 60 છે. બંને ટીમોની પ્રાઈઝ મનીમાં 60 ગણો તફાવત છે. મહિલા ફૂટબોલની ટુર્નામેન્ટની પ્રાઈઝ મની 10 લાખ હોય છે જ્યારે પુરુષ ફૂટબોલમાં 6 કરોડની પ્રાઈઝ મની હોય છે. પુરુષ ટીમની મેચ સ્ટાર સ્પોર્ટસ પર બતાવવામાં આવે છે, જ્યારે મહિલા ફૂટબોલ યૂ ટયૂબ પર બતાવવામાં આવે છે.