ચેસના બાદશાહ ગુકેશના માતા-પિતા છે ડોક્ટર, દીકરો વર્લ્ડ ચેમ્પિયન બનતા જ પિતા થયા હતા ભાવુક

|

Dec 13, 2024 | 3:14 PM

ભારતનો ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનનાર ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની છે. તો આજે આપણે વર્લ્ડ ચેસ ચેમ્પિયન ખેલાડીના પરિવાર વિશે જાણીશું.

1 / 11
ભારતના ડી.ગુકેશે આખી દુનિયામાં ડંકો વગાડી ઈતિહાસ રચી દીધો છે. ડી.ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ડી.ગુકેશ સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતનાર ખેલાડી બની ગયો છે.

2 / 11
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશના પરિવાર વિશે તેમજ તેના ચેસ કરિયર વિશે સમગ્ર વાત જાણો

3 / 11
 12 વર્ષ બાદ કોઈ ભારતીયે ચેસ ખેલાડીએ આ ખિતાબ જીત્યો છે. આ પહેલા વિશ્વનાથ આનંદના નામે આ ખિતાબ ભારતમાં હતો. જે તેમણે વર્ષ 2012માં જીત્યો હતો. હવે ડી.ગુકેશ બીજો ભારતીય બની ગયો છે. આ જીત સાથે તે ચેસ રેટિંગ સુધી પહોંચનાર ત્રીજો સૌથી યુવા માસ્ટર બન્યો છે.

4 / 11
સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડીંગ અને ભારતના ગુકેશ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ડિંગે ગયા વર્ષે આ ચેમ્પિયનશિપ જીતી હતી. આવી સ્થિતિમાં તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આ ચેમ્પિયનશિપમાં પ્રવેશ કર્યો હતો.

5 / 11
 સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ચેમ્પિયનશિપના 14મા અને છેલ્લા રાઉન્ડમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન લિરેને એક નાની ભૂલ કરી, જે તેને મોંઘી પડી અને  ટાઈટલ ડી ગુકેશે જીત્યું હતુ.

6 / 11
ડી ગુકેશનો જન્મ 6 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. ડી ગુકેશે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. ગુકેશનું પૂરું નામ ડોમરાજુ ગુકેશ છે. ગુકેશને ચેસની રમતમાં એટલો રસ પડ્યો કે તેણે પોતાનો અભ્યાસ છોડવા પણ તૈયાર હતો.

7 / 11
ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ રજનીકાંત અને પદ્માના પુત્ર છે. તેના પિતા ENT સર્જન છે અને માતા પદ્મા માઇક્રોબાયોલોજિસ્ટ છે. તેને એક નાનો ભાઈ છે

8 / 11
 ડી.ગુકેશને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 11 કરોડ રુપિયાનું ઈનામ મળ્યું છે. જો આપણે ગુકેશના નેટવર્થની વાત કરીએ તો તેની સંપત્તિ 2024માં 8.26 કરોડ હોવાના રિપોર્ટ છે. આ ચેમ્પિયનશીપ બાદ તેની નેટવર્થ અંદાજે 10 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  ચેસની પ્રાઈઝમની તેમજ જાહેરાત પણ સામેલ છે.

9 / 11
 ડી ગુકેશ દ્વારા જીતવામાં આવેલી પ્રથમ ચેમ્પિયનશિપ વર્ષ 2015માં આવી હતી, જ્યારે તેણે માત્ર 9 વર્ષની ઉંમરે અંડર-9 એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્રણ વર્ષ પછી, તેણે અંડર-12 સ્તરે વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ જીતી. 12 વર્ષની ઉંમરે, તેણે 2018 એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં એક, બે નહીં પરંતુ 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા. માર્ચ 2017માં તે આંતરરાષ્ટ્રીય માસ્ટર ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસનો ત્રીજો સૌથી યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો હતો.

10 / 11
ડી.ગુકેશના ચેસ સફળતાની વાત કરીએ તો, 2018માં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા (અંડર-12 કેટેગરી), 2021 જુલિયસ બેર ચેલેન્જર્સ ચેસ ટૂર - વિજેતા (ગેલફેન્ડ ચેલેન્જ), 2022 Amches Rapids – વિશ્વ ચેમ્પિયન બન્યા પછી મેગ્નસ કાર્લસનને હરાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.2022 ચેસ ઓલિમ્પિયાડ, ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી હતી. તેમજ 2023 FIDE સર્કિટ 2જું સ્થાન, 2024 પેરિસ કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ વિજેતા બન્યો છે.

11 / 11
ડી.ગુકેશને વર્લ્ડ ચેમ્પિયન બનવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ ઐતિહાસિક અને અનુકરણીય છે. PM મોદીએ લખ્યું, ‘ગુકેશની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં જ પોતાનું નામ નથી નોંધાવ્યું , પરંતુ લાખો યુવાનોને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી છે.’

Next Photo Gallery