
બે વખતના કોમનવેલ્થ મેડલ વિજેતા હુસામુદ્દીને 57 કિગ્રા વર્ગમાં બલ્ગેરિયન બોક્સર જય ડિયાઝને 4-3થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ભારત માટે બીજો મેડલ નિશ્ચિત કર્યો હતો. હુસામુદ્દીને પ્રથમ વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવામાં સફળતા મળી હતી.

ભારત માટે ત્રીજો મેડલ 22 વર્ષીય નિશાંત દેવ તરફથી આવ્યો હતો. રાષ્ટ્રીય ચેમ્પિયન નિશાંતે 71 કિગ્રા વર્ગમાં 5-0થી એકતરફી જીત નોંધાવી હતી. નિશાંતે ક્યુબાના બોક્સર ઓરહે ક્યુલરને હરાવ્યો હતો. આ રીતે, પ્રથમ વખત, ભારતે એક ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ નિશ્ચિત કર્યા હતા.