
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 સીરિઝ હશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ બીજી ટી20 મેચ ગુવાહાટીમાં 2 ઓક્ટોમ્બરના રોજ રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ 4 ઓક્ટોમ્બરના રોજ ઈન્દોરમાં રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 7 કલાકે શરુ થશે.

ટી20 સીરિઝ બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. પ્રથમ વનડે 6 ઓક્ટોમ્બરના રોજ લખનઉમાં રમાશે. બીજી વનડે ઓક્ટોમ્બરના રોજ રાંચીમાં જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે 11 ઓક્ટોમ્બરના રોજ દિલ્હીમાં રમાશે. ભારતીય સમય અનુસાર તમામ મેચ બપોરે 2 કલાકે શરુ થશે. (Twitter/ Proteas Men)