નેતા અને અભિનેતા એક સાથે! પ્રો કબડ્ડી લીગમાં બચ્ચન-સંઘવીએ વધાર્યો ખેલાડીઓનો ઉત્સાહ

|

Dec 05, 2023 | 6:38 PM

આઈપીએલ બાદ પ્રો કબડ્ડી લીગ ભારતની સૌથી લોકપ્રિય રમત લીગ બની છે. અભિનેતા સહિત મોટી હસ્તીઓ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં પહોંચતા હોય છે. ગુજરાતના રમત ગમત મંત્રી હર્ષ સંઘવી પર હાલમાં પ્રો કબડ્ડી લીગમાં જોવા મળ્યા હતા.

1 / 5
અમદાવાદના ટ્રાન્સ એરેના સ્ટેડિયમમાં 2 ડિસેમ્બરથી પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનનો પ્રારંભ થયો છે. 4 ડિસેમ્બરના રોજ આ જયપુર પિંક પેન્થર્સ અને પુણેરી પલ્ટન વચ્ચેની રોમાંચક મેચ જોવા માટે ગુજરાત રાજયના હર્ષ સંઘવી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. (PC - Pro kabaddi)

2 / 5
 જયપુર પિંક પેન્થર્સના માલિક અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે હર્ષ સંઘવી ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. તેના ફોટોસ તેમણે સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા.  (PC - Pro kabaddi)

3 / 5
પ્રથમ હાફમાં પુણેરી પલ્ટનની ટીમ ઓલઆઉટ થઈ હતી. પ્રથમ હાફમાં વાર અને પલટવાર જોવા મળ્યો હતો. પ્રથમ હાફમાં 14-18ના સ્કોરથી જયપુરની ટીમ લીડ કરતી જોવા મળી હતી. (PC - Pro kabaddi)

4 / 5
પુણેરી પલ્ટનના અસલ્મ ઈનામદારે પોતાની ટીમને સૌથી વધારે 10 પોઈન્ટ અપાવ્યા હતા. જ્યારે જયપુર પિંક પેન્થર્સના અર્જુન દેશવાલ 17 પોઈન્ટ મેળવવા છતા ટીમને જીતાડી શક્યો ના હતો. (PC - Pro kabaddi)

5 / 5
પુણેરી પલ્ટન અને જયપુર પિંક પેન્થર્સ વચ્ચેની આ રોમાંચક મેચના અંતે સ્કોર 33-37ના રહ્યો. પુણેરી પલ્ટને 4 પોઈન્ટની લીડ મેળવીને મેચ જીતી લીધી હતી.  (PC - Pro kabaddi)

Next Photo Gallery