
માનસીને તેની નવી સફરમાં ભારતના સુપ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી અને કોચ પુલેલા ગોપીચંદનો સાથ મળ્યો. માનસી હૈદરાબાદ ગઈ અને ગોપીચંદની એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી. માત્ર એક વર્ષમાં જ તે નેશનલ્સમાં બ્રોન્ઝ જીતવામાં સફળ રહી અને અહીંથી તેના મેડલની ગણતરી શરૂ થઈ. માનસી SL3 કેટેગરીમાં ભાગ લે છે. આમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે કે જેમના એક અથવા બંને નીચલા અંગો કામ કરતા નથી અને જેમને ચાલતી વખતે અથવા દોડતી વખતે સંતુલિત કરવામાં મુશ્કેલી પડે છે.

માનસી જોશી આ વર્ષે 8 માર્ચ 2022ના રોજ પેરા શટલર્સની SL3 રેન્કિંગમાં નંબર વન બની હતી. 2015 માં, તેણે પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મિશ્ર ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2016માં તે પેરા એશિયન ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. કોરિયામાં 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને 2019માં ગોલ્ડ જીત્યો.
Published On - 9:26 am, Sat, 11 June 22