
ફૂટબોલ ક્લબ બાર્સેલોનાને ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ દરમિયાન મેસ્સીના ટેલેન્ટની જાણ થઈ. ક્લબના તે સમયના સ્પોર્ટિંગ ડાયરેક્ટર કાર્લ્સ રૈજૈકે મેસ્સીને સાઈન કર્યો અને ક્લબ તરફથી તેની બીમારી માટેની દવા અને સારવારનો ખર્ચ પણ ઊઠાવ્યો. ત્યારથી મેસ્સીના પ્રોફેશનલ ફૂટબોલ કરિયરની શરુઆત થઈ.

14 વર્ષની ઉંમરમાં મેસ્સી આ ક્લબની બી ટીમ માટે એક સિઝનમાં 30 મેચમાં 35 ગોલ કર્યા. નાની ઉંમરમાં તેણે પોતાનું મોટું નામ કરી દીધું હતું, 17 વર્ષની ઉંમરમાં 2004-2005માં તેણે બાર્સિલોના ક્લબ માટે ડેબ્યૂ કર્યું. તે બાર્સેલોના માટે ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. 1 મે, 2005ના દિવસે તેણે સિનિયર ટીમ માટે સૌથી વધારે ગોલ કર્યો હતો. 24 જૂનના રોજ તેણે બાર્સેલોનાની સિનિયર ટીમ માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો.

વર્ષ 2021ના ઓગ્સ્ટ મહિનામાં બાર્સેલોના ક્લબથી વિદાય લેતા પહેલા આ ક્લબ માટે તેઓ તમામ રેકોર્ડ પોતાને નામે કર્યા હતા. મેસ્સીએ પોતાની ફૂટબોલ કારકિર્દીમાં 807થી વધારે ગોલ કર્યા છે. મેસ્સી 103 ગોલ સાથે આર્જેન્ટીના ઓલટાઇમ અગ્રણી ગોલ સ્કોરર છે. મેસ્સીના નામે ફિફા વિશ્વ કપમાં સૌથી વધુ 26 મેચ રમવાનો પણ રેકોર્ડ છે. લિયોનેલ મેસ્સી બે વખત ફિફા ગોલ્ડન બોલ (પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ) પુરસ્કાર જીતવાવાળો એકમાત્ર ખેલાડી છે.

મેસ્સી 6 વાર ફિફા વર્લ્ડ કપ રમ્યો છે. વર્ષ 2022માં તેના નેતૃત્વમાં આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી.

તેની પત્નીનું નામ Antonela Roccuzzo છે. Thiago, Mateo and Ciro નામના તેના 3 દીકરાઓ પણ છે. ઘણા દેશોમાં તેના કરોડોના ઘર છે. તે કરોડો રુપિયાની નેટવર્થ ધરાવે છે. આખા વિશ્વમાં લોકપ્રિય એવો મેસ્સી પોતાના પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનમાં તમામ સફળતા મેળવી ચૂક્યો છે.
Published On - 5:59 pm, Sat, 24 June 23