અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં મહિલા ફૂટબોલની મેચ રમાશે. 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી દરરોજ બે મેચ યોજાશે. પ્રથમ મેચ સવારે 9.30થી 11.30 કલાક સુધી અને બીજી મેચ બપોરે 3.30થી 5.30 કલાક સુધી યોજાશે. 36મી નેશનલ મહિલા ફૂટબોલ ગેમમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે. જેમાં ગુજરાત, મિઝોરમ, ગોવા, ઓડિશા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આસામ અને મણિપુરની ટીમોનો સમાવેશ થયો છે.