Khelo India Gamesનો ભવ્ય શુભારંભ, 13 દિવસની મલ્ટીસ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાં 6 હજાર એથલીટ્સ લેશે ભાગ

|

Jan 30, 2023 | 8:55 PM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (Khelo India Games)ની આગામી સિઝન 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશના 8 શહેરોમાં આયોજિત કરવામાં આવશે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું સંપૂર્ણ શેડયુલ હાલમાં જાહેર થયું છે. આજે ભોપાલમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ભવ્ય ઓપનિંગ સેરેમની પણ યોજાઈ હતી.

1 / 6
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં આજથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ શરૂ થઈ ગઈ છે. ઓપનિંગના કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી.

2 / 6
Khelo India Gamesનું રંગારંગ ઉદઘાટન કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી યશોધરા રાજે સિંધિયાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

3 / 6
અભિલિપ્સા પાંડા અને નટરાજ ડાન્સ ગ્રુપ દ્વારા 'હર હર શંભુ' રજૂ કરવામાં આવ્યું હતું.

4 / 6
દક્ષિણ ભારતના પ્રખ્યાત ડ્રમ્સ શિવમણી અને ગ્રુપ દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારતની પ્રસ્તુતિ 100 લોક કલાકારોની ટુકડી દ્વારા આપવામાં આવી હતી.

5 / 6
આ મલ્ટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ આ વર્ષે 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશમાં શરૂ થશે અને રાજ્યના વિવિધ શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર ભારતમાંથી 6,000 થી વધુ સહભાગીઓ સાથે, ખેલો ઈન્ડિયા યોજના સમગ્ર દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માંગે છે.

6 / 6
આ દરમિયાન કાર્યક્રમમાં લેસર શો, આતશબાજીની રંગારંગ રજૂઆત પણ જોવા મળી હતી.

Next Photo Gallery