ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની દરમિયાન આ દિવ્યાંગ યુવાને સૌનું ધ્યાન ખેચ્યું, મંચ આવી દુનિયાને આપ્યો શાનદાર સંદેશ

|

Nov 21, 2022 | 6:35 PM

20 નવેમ્બરે કતારમાં ફિફા વર્લ્ડકપની પહેલી મેચ પહેલા અલ બાયત સ્ટેડિયમમાં ભવ્ય ઓપનિંગ સેરેમની થઈ હતી. આ દરમિયાન કતારની સંસ્કૃતિ, નૃત્ય, સંગીત અને કલાકારોના ડાન્સ પરર્ફોમન્સ થયા હતા. આ બધામાં એક દિવ્યાંગ યુવકે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યુ હતું.

1 / 5
ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમનીમાં સુપર સ્ટાર મોર્ગન ફ્રીમેના સાથે મંચ પર દેખાનારા દિવ્યાંગ યુવકનું નામ ghanim al muftah છે. તેણે મંચ પર આવીને આખી દુનિયાને આશા, એકતા અને સહિષ્ણુતાનો શાનદાન સંદેશ આપ્યો હતો.

2 / 5
કતારનો યુથ આઈકોન ghanim al muftahનો જન્મ એક જોડિયા ભાઈ સાથે થયો હતો. તેને કાઉડલ રિગ્રેસન સિંડ્રોમ નામની બીમારી છે. આ દુર્લભ બીમારીમાં શરીરનો નીચેનો ભાગ કામ નથી કરતો અને અવિકસિત રહે છે.

3 / 5
ડોકટરો એ તેના લાંબા જીવનની આશા છોડી દીધી હતી. પણ આ દિવ્યાંગ બાળક પોતાની ઈચ્છા શક્તિથી આજે 20 વર્ષની ઉંમરમાં પણ જીવિત છે. તેઓ દુનિયાભરના યુવાઓ અને દિવ્યાંગ-વિકલાંગ લોકોને પોતાના જીવનથી હિંમતથી જીવન જીવવાની પ્રેરણા આપી છે.

4 / 5
દર વર્ષે યુરોપમાં તેની સર્જિકલ સારવાર થાય છે. તે ભવિષ્યમાં પેરા ઓલ્મિયન બનવા માંગે છે. શારીરિક અક્ષમતાઓ હોવા છતા તે સ્વિમિંગ, સ્કૂબા ડાઈવિંગ અને ફૂટબોલ જેવી રમત રમે છે.

5 / 5
તે ખાડી દેશના સૌથી ઊંચા પહાડ જેબેલ શમ્સ અને દુનિયાના સૌથી ઊંચા પહાડ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવા માંગે છે. તે કતારનો વડાપ્રધાન  પણ બનવા માંગે છે.

Next Photo Gallery