
અત્સુ અને તેની પત્ની મેરી ક્લેરને ત્રણ બાળકો છે. તે ગયા વર્ષે જ તુર્કી ક્લબ હેતસપુર સાથે જોડાયો હતો. આ પહેલા આ ખેલાડીએ વર્ષ 2013માં ચેલ્સી સાથે 34 કરોડ રૂપિયામાં કરાર કર્યો હતો પરંતુ તે ક્યારેય તેમના તરફથી રમી શક્યો નહોતો.

તુર્કીમાં સોમવારે એક પછી એક બે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની અસર દેશના ઘણા શહેરોમાં જોવા મળી હતી. સોમવારે રાત સુધીમાં મૃત્યુઆંક 3700 પર પહોંચી ગયો હતો. પહેલો ભૂકંપ સવારે ચાર વાગ્યે આવ્યો જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.