સંબંધમાં ભાઈ, પરંતુ મેદાનમાં હરીફ ! FIFA વર્લ્ડ કપ 2026માં જોવા મળશે 4 અનોખી જોડીઓની ટક્કર

શું તમે ક્યારેય બે ભાઈઓને મેદાન પર વિરોધી બનતા જોયા છે? જો નહીં, તો તમને FIFA વર્લ્ડ કપ 2026 માં આવા ચાર ઉદાહરણો જોવા મળશે. ચાલો જાણીએ કોણ છે ભાઈઓ અને તેઓ કઈ ટીમમાંથી રમી રહ્યા છે.

| Updated on: Jun 10, 2026 | 5:09 PM
1 / 5
એક ટીમ, એક દેશ માટે બે ભાઈઓની જુગલબંધી મેદાન પર ઘણી વખત જોવા મળી છે. પરંતુ શું તમે ક્યારેય બે ભાઈઓને મેદાન પર હરીફ બનતા જોયા છે? જો નહીં, તો તમને FIFA વર્લ્ડ કપ 2026 માં આવા ચાર ઉદાહરણો જોવા મળશે.

2 / 5
ગેલાહ ડો અને ડેઝિરે ડો: મોટો ભાઈ ગેલાહ ડો FIFA વર્લ્ડ કપ 2026માં આઈવરી કોસ્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેનો નાનો ભાઈ ડેઝિરે ફ્રાન્સ તરફથી રમી રહ્યો છે.

3 / 5
ઈનાકી અને નિકો વિલિયમ્સ: મોટો ભાઈ ઈનાકી વિલિયમ્સ 2026 FIFA વર્લ્ડ કપમાં ઘાનાનું પ્રતિનિધિત્વ કરશે, જ્યાંથી તેના માતાપિતા છે. તેનો નાનો ભાઈ નિકો સ્પેન માટે રમશે, જેનો જન્મ પણ સ્પેનમાં થયો હતો.

4 / 5
ડેરિક લુકાસેન અને બ્રાયન બોબે: ડેરિક લુકાસેન 2026 FIFA વર્લ્ડ કપમાં ઘાના માટે રમશે. આ ટીમમાં તેની એન્ટ્રી ઈન્જરી રીપ્લેસમેન્ટ ખેલાડી તરીકે થઈ  હતી. જ્યારે બ્રાયન બોબે નેધરલેન્ડ્સનું પ્રતિનિધિત્વ કરશે. બંને સાવકા ભાઈઓ છે, એટલે કે તેમની માતા એક જ છે પરંતુ પિતા અલગ છે.

5 / 5
હેરી અને જોન સાઉટર: 27 વર્ષીય હેરી સાઉટરનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો પરંતુ તે 2026 FIFA વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમશે. તેનો મોટો ભાઈ, જોન, સ્કોટિશ ટીમનો ભાગ રહેશે. હેરીએ યુથ ફૂટબોલમાં સ્કોટલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ સાત વર્ષ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા તરફથી રમવાનું નક્કી કર્યું. (PC: Getty Images)

Follow Us