
FIFA વર્લ્ડ કપ 2026ની પ્રથમ મેચ મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એઝટેકા સ્ટેડિયમમાં રમાશે. યજમાન ટીમ માટે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવાની મોટી તક રહેશે.

આ વખતે વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ બનવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે અને સમગ્ર સ્પર્ધા દરમિયાન 104 મેચ રમાશે. નવા ફોર્મેટને કારણે ફૂટબોલ ચાહકોને વધુ રોમાંચક મુકાબલાઓ જોવા મળશે.

પ્રથમ મેચ સાથે એક રસપ્રદ સંયોગ પણ જોડાયેલો છે. 2010ના ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં દક્ષિણ આફ્રિકા યજમાન દેશ તરીકે મેદાનમાં ઉતર્યું હતું, જ્યારે આ વખતે તે મેક્સિકોની ધરતી પર ટૂર્નામેન્ટની શરૂઆત કરશે.

ભારતીય સમય મુજબ મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મુકાબલો 12 જૂને મધરાતે 12:30 વાગ્યે શરૂ થશે. તેથી ભારતીય ચાહકોને મેચ જોવા માટે મોડી રાત સુધી જાગવું પડશે.

ભારતમાં આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ZEE5 એપ અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, United8 Sports 1, United8 Sports 1 HD, United8 Sports 2 અને United8 Sports 2 HD ચેનલો પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. (PC:X/FIFA World Cup)