સાઉદી અરેબિયાના ખેલાડીઓને મળશે રોલ્સ રોયસ, ઐતિહાસિક જીતને કારણે સરકાર આપશે ઈનામ

|

Nov 26, 2022 | 4:32 PM

ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆતથી જ રોમાંચક મેચો જોવા મળી રહી છે. આ વર્લ્ડકપ સિઝનમાં સૌથી પહેલો અને મોટો અપર્સેટ સાઉદી અરેબિયાની ટીમે કર્યો હતો. જેને કારણે હાલમાં તેમને મોટું ઈનામ મળી રહ્યુ છે.

1 / 5
ફિફા વર્લ્ડકપ 2022માં મોટો અપર્સેટ ત્યારે સર્જાયો જ્યારે વર્લ્ડકપની શરુઆતની મેચમાં જ સાઉદી અરેબિયાની ટીમે લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેર્ટિનાને 1-2થી હરાવી હતી. આ જીતને કારણે સાઉદી અરેબિયામાં બીજા દિવસે રાષ્ટ્રીય રજાની જાહેરાત કરવામાં આવી હતી. અને હવે ટીમને મોટા મોટા ઈનામ આપવામાં આવી રહ્યા છે.

2 / 5
સાઉદી અરેબિયાના રાજા મોહમ્મ્દ બિન સલામ અલ સઉદે જાહેરાત કરી છે કે ટીમના તમામ ખેલાડીઓને રોલ્સ રોયસ ફેન્ટમ કાર ઈનામમાં આપવામાં આવશે. આ કારની કિંમત 8થી 11 કરોડની વચ્ચે હોય છે.

3 / 5
ઐતિહાસિક જીત બાદ આ દેશમાં એક દિવસના ઉત્સવ માટે તમામ કર્મચારીઓેને એક દિવસની રજા આપવામાં આવી હતી.

4 / 5
આ મેચમાં દુનિયાના મહાન ફૂટબોલર ગણાતા મેસ્સીની ટીમની હાર થતા, તેની અને ટીમની ખુબ મજાક થઈ રહી છે. આર્જેર્ટિનાની ટીમ ફિફા વર્લ્ડકપ 2022 જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે આ વર્લ્ડકપ મેસ્સીનો છેલ્લો વર્લ્ડકપ હશે.

5 / 5
સાઉદી અરેબિયાની ટીમ વર્લ્ડ રેકિંગમાં 51માં સ્થાને છે. આ ટીમે છેલ્લી 36 મેચથી સતત વિજયી રહેલી ટીમ આર્જેર્ટિનાને હરાવીને તેના વિજય અભિયાનને અટકાવી દીધુ હતુ.

Next Photo Gallery