ફ્રાન્સની ટીમે મોરોક્કોને 2-0 થી હરાવી ચોથીવાર વર્લ્ડકપ ફાઇનલમાં પ્રવેશ કર્યો, જુઓ મેચની યાદગાર ક્ષણો

|

Dec 15, 2022 | 2:51 AM

કતારના અલ બાયત સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોના હજારો ફેન્સ હાજર રહ્યા હતા. આ મેચમાં મોરોક્કો સામે 0-2થી જીત મેળવીને ફ્રાન્સની ટીમ ચોથીવાર અને સતત બીજીવાર ફાઈનલમાં પહોંચી હતી.

1 / 10
ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે ફિફા વર્લ્ડકપ 2022માં બીજી સેમિફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આફ્રિકન ટીમ મોરોક્કો વચ્ચે અલ બાયત સ્ટેડિયમમાં રમાઈ હતી.

2 / 10
ફ્રાન્સના થિયો હર્નાન્ડીઝ મેચની 5મી જ મિનિટમાં ગોલ કરીને ફ્રાન્સને પ્રથમ હાફમાં લીડ અપાવી હતી. મોરોક્કોની મજબૂત ડિફેન્સિંગ દીવાલમે કારણે છેલ્લી 2 મેચમાં તેમણે એક પણ ગોલ આપ્યો ન હતો.

3 / 10
ફિફા વર્લ્ડકપ 2022માં અજેય રહેનાર મોરોક્કોની ટીમના ખેલાડીઓ આ મેચમાં સ્કોરની બરાબરી કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા હતા.

4 / 10

જોકે, ફ્રાન્સના ગોલકીપર Lloris એ તેમના તમામ પ્રત્યનોને નિષ્ફળ કર્યા હતા.

5 / 10
પ્રથમ હાફમાં 3 મિનિટનો વધારાનો સમય જોડવામાં આવ્યો હતો. પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમ 1-0થી આગળ રહી હતી.

6 / 10
આ વર્ષે મોરોક્કોની ટીમ પહેલીવાર કવાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ મેચ રમી રહી હતી. મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની હતી. 

7 / 10
અંડરડોગ ટીમ મોરોક્કોના પ્રદર્શનથી આખી દુનિયામાં તેના ફેન્સ વધ્યા હતા. આ ટીમને સ્પોર્ટ કરવા માટે મેદાન પર મોટી સંખ્યમાં ફેન્સ હાજર રહ્યા હતા. 

8 / 10
બીજા હાફમાં બંને ટીમો વચ્ચે રસાકસી ભરેલી જંગ જામી હતી. આ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ કેટલાક ફાઉલ પણ કર્યા હતા.

9 / 10
બીજા હાફમાં મેચની 79મી મિનિટમાં ફ્રાન્સના ખેલાડી રાંદલ કોલો મુઆની એ ગોલ કરીને ફ્રાન્સની ફાઈનલની ટિકિટ પાક્કી કરી હતી.

10 / 10
આ મેચમાં મોરોક્કો સામે 0-2થી જીત મેળવીને ફ્રાન્સની ટીમ ચોથીવાર અને સતત બીજીવાર ફિફા વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી હતી.

Published On - 2:26 am, Thu, 15 December 22

Next Photo Gallery