ARG vs FRA: પેલેની બરાબરી કરી લિયોનલ મેસીએ, ફાઈનલમાં ગોલ કરતા જ બનાવ્યો ખાસ રેકોર્ડ

|

Dec 18, 2022 | 10:31 PM

ફિફા વિશ્વકપ મેચની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન લિયોનલ મેસીએ પેનલ્ટીને ગોલમાં બદલ્યો અને આ સાથે જ તેણે પેલેના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

1 / 5
આર્જેન્ટિનાનો લિયોનલ મેસી વિશ્વના મહાન ફુટબોલરમાનો એક માનવામાં આવે છે. તેનુ નામ પેલે અને ડિએગો મેરાડોના સાથે લેવામાં આવે છે. મેસીએ રવિવારે કતારમાં એક શાનદાર રેકોર્ડમાં પેલેની બરાબરી કરી લીધી છે.

2 / 5
મેસીએ 23 મિનિટ પર એક ગોલ નોંધાવ્યો હતો. આ ગોલ પેનલ્ટી ને ગોલમાં બદલીને નોંધાવ્યો હતો. આ સાથે જ ફ્રાંસ સામે આર્જેન્ટિના આગળ થઈ ચુક્યુ હતુ. આ ગોલ સાથે જ મેસીએ પેલેની બરાબરી કરી લીધી હતી.

3 / 5
ફિફા વિશ્વકપમાં પેલેના નામે 12 ગોલ નોંધાયેલા છે. મેસીએ પેનલ્ટી ને ગોલમાં બદલતા જ પેલેના આ આંકડાની બરાબરી કરી લીધી હતી. મેસીના નામે પણ હવે ફિફા વિશ્વકપમાં ગોલની સંખ્યા 12 થઈ ચુક્યા છે.

4 / 5
વર્તમાન રમાઈ રેહેલા ફિફા વિશ્વકપમાં કુલ 20 ગોલમાં હિસ્સો ધરાવે છે. જેમાં 12 ગોલ સાથે 8 ગોલમાં આસિસ્ટ કર્યુ છે. એટલે કે આઠ ગોલ પોતાના સાથી ખેલાડીઓની મદદ કરી છે. મેસીનો આ હિસ્સો 1966થી કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધારે હિસ્સેદારી ધરાવે છે.

5 / 5
ફિફા વિશ્વકપમાં સૌથી વધુ ગોલ નોંધાવવાનો રેકોર્ડ જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના નામે છે. જેણે 24 મેચમાં 16 ગોલ કર્યા છે. બ્રાઝિલના રોનાલ્ડો ત્યાર બાદનુ સ્થાન ધરાવે છે. તે 19 મેચમાં 15 ગોલ ધરાવે છે.

Published On - 10:20 pm, Sun, 18 December 22

Next Photo Gallery