
વર્ષ 1966માં ફિફા વર્લ્ડકપ ઈંગ્લેડમાં રમાવવાનો હતો. આ વર્લ્ડકપ શરુ થવાના 3 મહિના પહેલા આ ટ્રોફીની ચોરી થઈ હતી. આ ટ્રોફીને સેન્ટ્રલ લંડનના સ્ટમિસ્ટર હોલમાં રાખવામાં આવી હતી. આ ચોરી થયેલી ટ્રોફીને એક શ્વાને શોધી કાઢી હતી. આ ટ્રોફી ચોરીના 7 દિવસ પછી એક ગાર્ડનમાં ન્યૂઝપેપર સાથે મળી હતી.

વર્ષ 1983માં બ્રાઝિલ ફૂટબોલ સંઘના રિયો ડિ જિનેરિયોના એક બુલેટપ્રૂફ કાચના કબાટમાં આ ટ્રોફી મુકવામાં આવી હતી. 19 ડિસેમ્બર, 1983માં ચોર કબાટના પાછળના ભાગને હથોડાથી તોડીને તેને લઈ ગયો હતો. જે બાદ તે ટ્રોફી ફરી નથી મળી. તેના કારણે હાલમાં જોવા મળતી ટ્રોફી બનાવવામાં આવી હતી.