
2006માં વર્લ્ડકપની આવી જ એક મેચમાં ક્રોએશિયાની ટીમના લુકા મોડ્રિકે વર્લ્ડકપમાં ડેબ્યુ કર્યુ હતુ. જ્યારે આર્જેન્ટિના મેસ્સી એ તે મેચમાં વર્લ્ડકપનો પ્રથમ ગોલ કર્યો હતો.

પ્રથમ હાફમાં આર્જેન્ટિનાના 2 ગોલને કારણે સ્કોર 2-0 રહ્યો હતો. મેચની 34મી મિનિટમાં મહાન ફૂટબોલર મેસ્સી એ પેનલટીની તકનો લાભ લઈને ગોલ કર્યો હતો. તેણે પોતાના દેશ માટે સૌથી વધારે ગોલ વર્લ્ડકપમાં કર્યા છે. મેચની 39મી મિનિટે આર્જેન્ટિનાના 21 વર્ષીય જુલિયન અલ્વેરેઝે ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. ફિફા વર્લ્ડકપ 2022નો આ તેનો ત્રીજો ગોલ હતો. આ ગોલ લિયોનલ મેસ્સી એ અસિસ્ટ કર્યો હતો. જુલિયન અલ્વેરેઝે 10 વર્ષ પહેલા મેસ્સી સાથે એક ફેન તરીકે ફોટો પડાવ્યો હતો. આજે તે મહાન ફૂટબોલર સાથે ગોલ કરી રહ્યો છે.

આર્જેન્ટિના અને ક્રોએેશિયાની ટીમના ફેન્સ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં કતારના લુસેલ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.

મેચની 69ની મિનિટે ફરી જુલિયન અલ્વેરેઝે ગોલ કરીને ક્રોએશિયાની ટીમનું મનોબળ છીનભીન કરી દીધુ હતુ. આ ગોલમાં મેસ્સી એ અસિસ્ટ કર્યુ હતુ.

ક્રોએશિયાનો કેપ્ટન લુકા મોડ્રિકે બીજા હાફ દરમિયાન મેચની બહાર થતા સમય પોતાની ટીમને હારતા જોઈ ભાવુક થયો હતો.

આજની આ રોમાંચક મેચમાં આર્જેન્ટિનાની ટીમે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠીવાર ફિફા વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી છે.

મેચ દરમિયાન 1 ગોલ અને 2 ગોલ અસિસ્ટ કરીને મેસ્સી એ પોતાની ટીમને સેમિફાઈનલમાં ભવ્ય જીત અપાવી હતી. તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો.
Published On - 2:45 am, Wed, 14 December 22