20 વર્ષ જૂનો દુકાળ ખતમ, જર્મનીને હરાવી ઈક્વાડોરની FIFA વર્લ્ડ કપ 2026ના નોકઆઉટ રાઉન્ડમાં એન્ટ્રી

20 વર્ષથી જે ક્ષણની રાહ હતી તે આખરે આવી પહોંચી. જર્મની જેવી મજબૂત ટીમને હરાવી ઈક્વાડોરે FIFA વર્લ્ડ કપ 2026ના નોકઆઉટમાં સ્થાન બનાવ્યું. આ જીત માત્ર ત્રણ પોઈન્ટ નહીં, પરંતુ દેશના ફૂટબોલ ઈતિહાસમાં યાદગાર સિદ્ધિ બની ગઈ.

| Updated on: Jun 26, 2026 | 5:43 PM
1 / 5
ઈક્વાડોરે જર્મનીને 2-1થી હરાવી 2006 પછી પ્રથમ વખત FIFA વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો. આ જીતે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ સર્જી દીધો.

2 / 5
મેચની બીજી જ મિનિટે ગોલ ખાધા બાદ ઈક્વાડોર દબાણમાં આવી ગયું હતું. જોકે ટીમે શાનદાર વાપસી કરીને મેચનો આખો રંગ બદલી નાખ્યો.

3 / 5
નિલ્સન એંગુલોએ સમીકરણ બરાબર કર્યું, જ્યારે 77મી મિનિટે ગોન્ઝાલો પ્લાટાએ નિર્ણાયક ગોલ ફટકારી ટીમને ઐતિહાસિક જીત અપાવી.

4 / 5
આ જીત સાથે ઈક્વાડોર ગ્રુપમાં ત્રીજા સ્થાને રહીને નોકઆઉટમાં પહોંચનારી આઠ શ્રેષ્ઠ ત્રીજા ક્રમની ટીમોમાં સામેલ થયું.

5 / 5
હાર છતાં જર્મની ગ્રુપ Eમાં પ્રથમ સ્થાને રહી નોકઆઉટમાં પહોંચી ગયું. જોકે ઈક્વાડોર સામેની આ હાર તેમના માટે ચેતવણી સમાન માનવામાં આવી રહી છે. (PC:GETTY)

Follow Us