
અમેરિકાની સ્ટાર ટેનિસ પ્લેયર કોકો ગોફની હાલમાં આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તે હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

તેનું કારણ એ છે કે કોકોએ યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં બેલારુસની આરીના સબાલેન્કાને 2-6,6-3,6-2થી હરાવ્યું.

મેચ બાદ કોકોએ પણ સબલેન્કાને નંબર 1 બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તમને જણાવી દઈએ કે કોકોનું આ પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું. તે 2017 પછી ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ અમેરિકન ખેલાડી બની છે.

આ સિદ્ધિ છેલ્લે સોલન સ્ટીફને 2017માં મળવી હતી.