
ભારતની પુરુષ હોકી ટીમનું હોકી વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. એમ્સ્ટલવીનમાં રમાયેલી બીજા રાઉન્ડની પૂલ E મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું, જેનાથી તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા.

સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે ભારતને ફક્ત જીતની જ નહીં, પરંતુ મોટા માર્જિનથી વિજયની જરૂર હતી, પરંતુ જીત છોડો ભારતીય ટીમ બે ગોલથી હારી ગઈ હતી. આર્જેન્ટિનાની મજબૂત આક્રમક રમત સામે ભારતનો મજબૂત ડિફેન્સ તૂટી ગયો.

આર્જેન્ટિનાએ પહેલા ક્વાર્ટરમાં લીડ મેળવી હતી અને બીજા ક્વાર્ટરમાં 2-0થી આગળ થઈ ગઈ હતી. ભારતના સુખજીત સિંહે ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આર્જેન્ટિનાએ ઝડપથી જવાબ આપ્યો અને તેમની લીડ બે સુધી વધારી દીધી. બીજા હાફમાં આર્જેન્ટિનાએ વધુ બે ગોલ કરીને સ્કોર 5-1 કર્યો.

ચોથા ક્વાર્ટરની અંતિમ મિનિટોમાં સુખજીત અને હાર્દિકના ગોલથી ભારતે આશા જગાવી હોવા છતાં ઘણું મોડું થઈ ગયું હતું. આ હાર સાથે, ભારત સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું. ભારતીય ટીમ હવે 7મા અને 8મા સ્થાન માટે બેલ્જિયમનો સામનો કરશે.

ભારતે હોકી વર્લ્ડ કપ 2026 માં સારી શરૂઆત કરી હતી પરંતુ પ્રથમ ત્રણ મેચમાં બે જીત છતાં ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પ્રથમ મેચમાં ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું હતું, જે બાદ બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4-2થી હરાવ્યું હતું. ત્રીજા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું હતું. જ્યારે છેલ્લી બે મેચમાં ભારતને હાર મળી હતી. નેધરલેન્ડ્સે ભારતને 3-1થી અને આર્જેન્ટિનાએ ભારતને 5-3થી હરાવ્યું હતું. (PC:X/HOCKEY INDIA)
Published On - 8:45 pm, Mon, 24 August 26