FIFA World Cup 2026: હાલેન્ડે તોડ્યો મેસ્સી-રોનાલ્ડોનો રેકોર્ડ, નોર્વેને અપાવી ઐતિહાસિક જીત

FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વેએ નોકઆઉટ મેચમાં આઈવરી કોસ્ટને 2-1થી હરાવ્યું હતું. એર્લિંગ હાલેન્ડના ગોલની મદદથી નોર્વેએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. માત્ર એક ગોલ સાથે હાલેન્ડે મેસ્સી, રોનાલ્ડો અને એમબાપ્પે જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા.

| Updated on: Jul 01, 2026 | 4:45 PM
1 / 5
FIFA વર્લ્ડ કપમાં નોર્વેનો જીતનો સિલસિલો ચાલુ છે. રાઉન્ડ ઓફ 32 માં નોર્વેએ આઈવરી કોસ્ટને 2-1 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એર્લિંગ હાલેન્ડ જીતનો હીરો રહ્યો હતો. તેણે 86 મી મિનિટે નિર્ણાયક ગોલ કર્યો હતો. હાલેન્ડ ઉપરાંત એન્ટોનિયો નુસ્સાએ નોર્વે માટે ગોલ નોંધાવ્યો અને ટીમ હવે રાઉન્ડ ઓફ 16 માં પહોંચી. હવે તેમનો સામનો પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલ સામે થશે.

2 / 5
FIFA રેન્કિંગમાં 31 મી ક્રમાંકિત નોર્વેએ પહેલીવાર એક જ વર્લ્ડ કપમાં બે મેચ જીતી છે. આ મેચમાં હોલેન્ડે દમદાર ગોલ કર્યો હતો અને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

3 / 5
એર્લિંગ હાલેન્ડે FIFA વર્લ્ડ કપ 2026 માં પાંચ ગોલ કર્યા છે. તેણે આ સિદ્ધિ માત્ર ત્રણ મેચમાં મેળવી છે. જ્યારે, બ્રાઝિલના રોનાલ્ડોએ આઠ મેચ, લિયોનેલ મેસ્સીએ 11 મેચ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 14 મેચમાં વર્લ્ડ કપમાં પાંચ ગોલ કર્યા હતા.

4 / 5
એર્લિંગ હાલેન્ડે તેની છેલ્લી 13 મેચોમાં ગોલ કર્યા છે, જે ખરેખર મોટી સિદ્ધિ છે. છેલ્લી 16 મેચોમાં જ્યારે પણ હાલેન્ડે ગોલ કર્યો છે, ત્યારે તેની ટીમ હારી નથી. હાલેન્ડ નોર્વે માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ બની ગયો છે.

5 / 5
એર્લિંગ હાલેન્ડે માત્ર 53 આંતરરાષ્ટ્રીય મેચોમાં 60 ગોલ કર્યા છે. એમબાપ્પેએ 48 મેચોમાં આ કમાલ કર્યો છે. જોકે, તે હજુ પણ જર્મનીના ગેર્ડ મુલરથી ઘણો પાછળ છે, જેણે માત્ર 48 મેચમાં 60 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા. (PC: Getty Images)

Follow Us
Loading...
Unable to load recommendations.