Breaking News Asian Games 2026: રેલવેના TTએ લહેરાવ્યો ત્રિરંગો, જીત્યો બ્રોન્ઝ મેડલ, આમ કરનાર પ્રથમ ભારતીય

રેલવેમાં TTE તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય કુસ્તીબાજ સુનીલ કુમારે એશિયન ગેમ્સ 2026માં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની 87 કિગ્રા ગ્રીકો-રોમન કેટેગરીમાં સુનીલે ફિલિપાઈન્સના રોબર્ટ્સ કેલમ જોહ્નસ્ટનને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવ્યો. આ સાથે તે એશિયન ગેમ્સમાં બે ગ્રીકો-રોમન મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ બન્યો છે.

| Updated on: Sep 30, 2026 | 5:38 PM
1 / 8
27 વર્ષીય સુનીલ કુમારે એશિયન ગેમ્સ 2026માં બ્રોન્ઝ જીતીને ભારતના કુસ્તી અભિયાનની શરૂઆત મેડલ સાથે કરી છે.

2 / 8
હરિયાણાના સુનીલે 87 કિગ્રા ગ્રીકો-રોમન કેટેગરીના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ફિલિપાઈન્સના રોબર્ટ્સ કેલમ જોહ્નસ્ટનને 9-0થી હરાવ્યો.

3 / 8
સુનીલે મુકાબલાની શરૂઆતથી જ આક્રમક રમત બતાવી અને શરૂઆતમાં જ બે ટેકડાઉન કરીને 4-0ની લીડ મેળવી હતી.

4 / 8
ત્યારબાદ ભારતીય પહેલવાને સતત પોઈન્ટ મેળવ્યા અને 9-0ની લીડ સાથે ટેક્નિકલ સુપિરિયોરિટીથી મુકાબલો પોતાના નામે કર્યો.

5 / 8
સુનીલ માટે આ એશિયન ગેમ્સમાં સતત બીજો બ્રોન્ઝ મેડલ છે. તેણે 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ 87 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો.

6 / 8
આ બે મેડલ સાથે સુનીલ એશિયન ગેમ્સના ઈતિહાસમાં બે ગ્રીકો-રોમન મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ બન્યો છે.

7 / 8
સુનીલની સફળતા પાછળ લાંબો સંઘર્ષ છે. સોનીપતના ડાબરપુર ગામના આ કુસ્તીબાજે પિતાના સપનાને પૂરું કરવા માટે કુસ્તી શરૂ કરી હતી. પિતાના અવસાન બાદ સુનીલે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેની માતા અનિતા દેવીએ તેને ફરી અખાડામાં પરત ફરવા પ્રોત્સાહિત કર્યો.

8 / 8
કુસ્તીની સાથે સુનીલે સરકારી નોકરી પણ મેળવી છે. તે ભારતીય રેલવેમાં ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને હવે એશિયન ગેમ્સના મેડલ સાથે દેશનું નામ રોશન કર્યું છે. (PC:PTI/X)

Published On - 5:37 pm, Wed, 30 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.