Breaking News Asian Games 2026: ભારતની ક્વિમ્સી ડિસોઝા ટેકબોલ સેમિફાઇનલમાં હારી, હવે બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે

એશિયન ગેમ્સ 2026માં ટેકબોલમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતની 24 વર્ષીય ક્વિમ્સી જોઆકિમ ડિસોઝાને ઇન્ડોનેશિયાની સુમાયા સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો. ક્વિમ્સીએ પહેલો સેટ 12-7થી જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદના બંને સેટ ગુમાવતાં તે ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ.

| Updated on: Sep 19, 2026 | 8:36 PM
1 / 8
એશિયન ગેમ્સ 2026માં ટેકબોલમાં ભારતની ક્વિમ્સી ડિસોઝા ટેકબોલ સેમિફાઇનલમાં હારી ગઈ હોવા છતાં તેની પાસે મેડલ જીતવાની તક હજુ યથાવત છે. હવે તે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

2 / 8
સેમિફાઇનલમાં ક્વિમ્સીએ શાનદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ સેટમાં સુમાયાને 12-7થી હરાવીને મેચમાં 1-0ની લીડ મેળવી હતી.

3 / 8
ત્યારબાદ ઇન્ડોનેશિયાની સુમાયાએ જોરદાર વાપસી કરી હતી. તેણે બીજો સેટ 12-9થી જીતીને મેચ 1-1થી બરાબર કરી હતી.

4 / 8
નિર્ણાયક ત્રીજા સેટમાં પણ સુમાયાએ આક્રમક રમત જાળવી રાખી હતી. તેણે ક્વિમ્સીને 12-7થી હરાવીને મેચ 2-1થી પોતાના નામે કરી હતી.

5 / 8
હવે ક્વિમ્સી ડિસોઝા બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે. તેનો સામનો બીજી સેમિફાઇનલમાં હારનાર ખેલાડી સામે થશે.

6 / 8
જો ક્વિમ્સી બ્રોન્ઝ મેડલ મેચ જીતી જશે, તો તે એશિયન ગેમ્સમાં ટેકબોલમાં ભારત માટે પ્રથમ મેડલ જીતશે.

7 / 8
સેમિફાઇનલ સુધી પહોંચતા પહેલાં ક્વિમ્સીએ ગ્રુપ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે જાપાનની યુઇના સાકામોટોને 2-1થી અને કોમેન દાઈને 2-0થી હરાવ્યા હતા.

8 / 8
મુંબઈની ક્વિમ્સી 13 વર્ષની ઉંમર સુધી મધ્યમ અંતરની દોડવીર હતી. બાદમાં તેણે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું અને અંડર-19 સ્તરે પણ રમી હતી. સોશિયલ મીડિયા પર રોનાલ્ડીન્હોને ટેકબોલ રમતા જોયા બાદ તેને આ રમત પ્રત્યે રસ જાગ્યો અને ત્યારબાદ તેણે સાત વખત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. (PC:X/INSTAGRAM)

Published On - 8:35 pm, Sat, 19 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.