
29 સપ્ટેમ્બર એશિયન ગેમ્સ 2026માં એથ્લેટિક્સ ઇવેન્ટ્સનો અંતિમ દિવસ હતો અને ભારતે ગોલ્ડ સહિત 3 મેડલ જીતી જોરદાર અંત કર્યો.

ખાસ કરીને ભારતીય રિલે ટીમોએ 3 મેડલ જીતી એથ્લેટિક્સના અંતિમ દિવસને ભારત માટે વધુ યાદગાર બનવી દીધો.

ભારતની દિવસની સૌથી મોટી સફળતા મહિલાઓની 4x400 મીટર રિલેમાં રહી. પૂવમ્મા, પ્રાચી, કિરણ અને વિથ્યાએ સંયુક્ત રીતે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ 2026માં એથ્લેટિક્સમાં ભારતનો આ એકમાત્ર ગોલ્ડ મેડલ છે જ્યારે ઓવરઓલ આ ભારતનો છઠ્ઠો ગોલ્ડ મેડલ છે.

આ પહેલા, ભારતે 4x100 મીટર મિક્સ્ડ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુરિન્દરવીર, સ્નેહા, અનિમેષ અને હરિતાએ સંયુક્ત રીતે 41.06 સેકન્ડના નવા નેશનલ રેકોર્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ત્યારબાદ, પુરુષોની 4x400 મીટર રિલેમાં બ્રોન્ઝ સાથે મેડલની હેટ્રિક પૂર્ણ થઈ અને એથ્લેટિક્સ સ્પર્ધાનો અંત આવ્યો. ધરમવીર, મનુ ટી, જય કુમાર અને વિશાલ ટીકેએ પુરુષોની 4x400 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત, 19 વર્ષીય પૂજા સિંહે 24 વર્ષ પછી મહિલાઓની હાઇ જમ્પમાં ભારતને મેડલ અપાવ્યો હતો.

પૂજાએ 1.84 મીટરના જમ્પ સાથે એશિયન ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. (PC: PTI/Getty Images)
Published On - 8:40 pm, Tue, 29 September 26