
ખેલ મંત્રાલયે બ્રિજ ભૂષણને થોડા સમય માટે પદ પરથી હટાવી દીધા હતા. આ સાથે મામલાની તપાસ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. તે જ સમયે, ભારતીય ઓલિમ્પિક સંઘે પણ આ જ તપાસ માટે એક અલગ સમિતિની રચના કરી હતી. હજુ સુધી તપાસનો રિપોર્ટ સામે આવ્યો નથી.

અસ્તાના પહેલાથી જ મોટી ચેમ્પિયનશિપનું આયોજન કરી ચૂક્યું છે. વર્ષ 2019માં શહેરમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ સફળ રહી હતી. જ્યારે કઝાકિસ્તાનને 2021 એશિયન ચેમ્પિયનશિપની યજમાની મળી, ત્યારે તેનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું હતું. અલ્માટી શહેરમાં ગયા વર્ષે ત્રીજી રેન્કિંગ સીરિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Published On - 4:52 pm, Fri, 24 February 23