
મલેશિયાની હોકી ટીમને 5-0થી હરાવીને ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. જેને કારણે હવે 9 ઓગસ્ટ. 2023ના દિવસે ભારત અને પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે સેમિફાઈનલમાં ટક્કર થશે.

9 ઓગસ્ટ, 2023ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 8.30 કલાકે આ મેચ શરુ થશે. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં આ મેચ રમાશે.

ભારત-પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે હમણા સુધી 178 વાર ટક્કર થઈ છે, જેમાંથી 64 મેચમાં ભારતની અને 82 મેચમાં પાકિસ્તાનની જીત થઈ છે. જ્યારે 32 મેચ ડ્રો રહી છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ વચ્ચે 10 મેચ રમાઈ છે. જેમાંથી 6 મેચમાં ભારતની અને 2 મેચમાં પાકિસ્તાની ટીમની જીત થઈ છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ક્રિષ્ન પાઠક્સ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, વરુણ કુમાર, સુખજીત સિંહ, હાર્દિક સિંહ, જર્મનપ્રીત સિંહ, આકાશદીપ સિંહ, સમશેર સિંહ, મનદીપ સિંહ